અમરેલી

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા વિદ્યુત લોકપાલ તરીકે સંજયકુમાર તુલસીદાસ અનડાની ત્રણ વર્ષ માટે નિયુક્તિ

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા આજે શ્રી સંજયકુમાર તુલસીદાસ અનડાને વિદ્યુત લોકપાલ, રાજકોટ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરમેન શ્રી પંકજ જોષી તેમજ આયોગના સભ્યશ્રીઓ સમક્ષ શ્રી સંજયકુમાર તુલસીદાસ અનડાએ આજે શપથવિધિ પૂર્ણ કરી વિદ્યુત લોકપાલ તરીકે ફરજ સંભાળી છે.
તેઓએ વિદ્યુત લોકપાલશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન–૩, ત્રીજો માળ, બ્લોક નં.–૧, ગવર્નમેન્ટ પ્રેસ રોડ, રાજકોટ ખાતે કાર્યભાર સંભાળ્યો છે તેમ,ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના સચિવ શ્રી રંજીથકુમારની યાદીમાં જણાવાયું છે.

Related Posts