fbpx
ગુજરાત

સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૭૮ સેન્ટરો પર કોવીડ વેક્સિનેશનના ડોઝ અપાય છે

દેશના એક રાજ્યમાં ઓમીક્રોન વેરીએન્ટે પગપેસારો કર્યો છે ત્યારે બીજા બધા રાજ્યોની સરકાર વધુ સતર્કતાથી વેક્સિનેશન ઉપર ભર આપી રહી છે ત્યારે રાજ્યના સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શહેર વાસીઓ માટે સરળતાથી કોવીડ વેક્સીનનો ડોઝ મળી રહે તે માટે સુવિધાઓ શરુ કરાઈ શહેરમાં ગતરોજ કોરોનાના નવા ૭ કેસ આવ્યાં છે. જેથી કોરોનાનો આંકડો વધીને ૧,૪૪,૦૫૪ પર પહોંચી ગયો છે. જ્યારે બીજી તરફ કોરોનાને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું છે. જેમાં આજે ૧૭૮ સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨૧૧૬ થયો છે. શહેરમાંથી ૦૪ અને ૦૧ સહિત ૦૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૯૧૬ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૪ થઈ છે. શહેરમાં ગતરોજ ૬ અને જિલ્લામાં ૦૧ કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૦૫૪ થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એકપણ દર્દીનું મોત નીપજ્યું નહોતું. કોરોના સંક્રમણ સામે લોકોને ઝડપથી રસી મળી જાય તે હેતુથી પાલિકા દ્વારા પ્રયાસો યથાવત રાખવામાં આવ્યાં છે. આજે શહેરમાં પ્રથમ ડોઝ કોવિશિલ્ડ માટે ૨૪ સેન્ટર જ્યારે બીજા ડોઝ માટે ૧૪૧ સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જનારા લોકો માટે ૨ સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. સાથે જ કોવેક્સિન રસી લેનારા માટે ૧૧ સેન્ટર કાર્યરત છે.આમ કુલ ૧૭૮ સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે.

Follow Me:

Related Posts