fbpx
રાષ્ટ્રીય

સેન્સેક્સ ૨૨૩ અંક વધી રેકોર્ડ ૪૬,૮૯૦ની સપાટીએ બંધ શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજી, સેન્સેક્સ-નિફ્ટી ઓલ-ટાઇમ હાઇ પર

વૈશ્વિક બજારોના સકારાત્મક વલણ અને વિદેશી વિનિમય પ્રવાહના સતત પ્રવાહને કારણે શેરબજાર સપ્તાહના ચોથા કારોબારના દિવસ ગુરુવારે તેજી સાથે બંધ રહ્યું. આ સતત પાંચમી સિઝન છે જ્યારે સ્થાનિક બજારમાં ઉછાળો આવ્યો અને સેન્સેક્સ-નિફ્ટી ઓલ-ટાઇમ ઉંચાઇએ પહોંચ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૪૮ ટકા વધીને ૨૨૩.૮૮ પોઇન્ટના સ્તરે ૪૬૮૯૦.૩૪ ના સ્તર પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૪૨ ટકા (૫૮ પોઇન્ટ) વધીને ૧૩૭૪૦.૭૦ ની સપાટીએ બંધ રહ્યો હતો.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે એચડીએફસી, ડિવીઝ લેબ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ અને ઈન્ડસઇન્ડ બેંકના શેર લીલા નિશાન પર બંધ થયા છે. હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, મારુતિ, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલ લાલ નિશાન પર બંધ થયા છે.
જાે આપણે સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાઇનાન્સ સર્વિસીસ, ફાર્મા, રિયલ્ટી, ખાનગી બેંકો અને બેંકો લીલા નિશાન પર બંધ છે. પીએસયુ બેંકો, મીડિયા, ઓટો, મેટલ, આઇટી અને એફએમસીજી લાલ નિશાન પર બંધ થયા છે.
આજે એશિયાઈ બજારોમાં હોંગકોંગનો હોંગસેંગ ઈન્ડેક્સ ૬૧ અંકના વધારા સાથે ૨૬૫૨૧ પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૪૯ અંક વધી ૨૬૮૦૬ પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૨૧ અંકની તેજીની સાથે ૩૩૮૮ પર કારોબાર કરી રહ્યો છે.
બુધવારે અમેરિકાનાં બજારો ફ્લેટ બંધ રહ્યા હતાં. જીશ્ઁ ૫૦૦ ઈન્ડેક્સ ૬ અંક વધી ૩૭૦૧ પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ ૬૩ અંકના વધારા સાથે ૧૨૬૫૮ પર બંધ થયો હતો. જ્યારે ડાઉ જાેન્સ ઈન્ડેક્સ ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૪૪ અંક ઘટી ૩૦૧૫૪ પર બંધ થયો હતો.

Follow Me:

Related Posts