હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમમાં ખેડૂતોએ ભાજપ નેતાઓને ભગાડ્યા

દેશભરમાં આજે કોરોના રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, સૌથી પહેલા પીએમ મોદીએ આ મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી, અને મોટા ભાગે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આની શરૂઆત થઇ ગઈ હતી જાે કે આ બધાની વચ્ચે હરિયાણામાં એક વેક્સિનેશન કર્મીઓને સેન્ટર પરથી ભગાડવાની ઘટના સામે આવી છે.
હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય લીલારામનો વિરોધ કરવામાં આવ્યો હતો, હકીકતે ભારતીય કિસાન યુનિયન સાથે જાેડાયેલા ખેડૂતોએ તેમનો વિરોધ કર્યો હતો.
દેશભરમાં આજે કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઇ હતી, આ દરમિયાન હરિયાણાના કૈથલમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય લીલારામનો રસીકરણ સેન્ટર પર વિરોધ કરવામાં આવ્યો હતો, મહત્વનું છે કે ભારતીય કિસાન યુનિયન સાથે જાેડાયેલા ખેદૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન આ ખેડૂતોએ માંગણી કરી હતી આ રસી સૌથી પહેલા હરિયાણા સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય રાજનેતાઓને લગાડવામાં આવે અને પછી જ સામાન્ય પ્રજાને દેવામાં આવે.
એટલું જ નહિ અહીંના ગ્રામજનોએ કોરોના વેક્સિન અને અન્ય મેડિકલ સામાન પણ પરત મોકલાવી દીધો હતો, સાથે જ સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓને પણ તયાંથી ભગાડી દીધા હતા, જાે કે આ ગામલોકોએ સૌથી પહેલા માંગણી કરી હતી કે ભાજપના સ્થાનીકે ધારાસભ્ય લીલારામને સૌથી પહેલા આ રસીનો ડોઝ આપવામાં આવે.
Recent Comments