હાય રે મોંઘવારીઃ તમામ પ્રકારના ખાદ્ય તેલોમાં ભાવ વધારો ઝીંકાયો

છેલ્લા ઘણા દિવસોથી ખાદ્ય તેલોના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સનફ્લાવર્સ તેલમાં રૂ. ૬૦, સિંગતેલમાં રૂ. ૨૦ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂ. ૪૫ રૂપિયાનો વધારો થયો છે. પામ તેલમાં રૂપિયા ૧૦નો વધારો થયો છે તો કોર્ન ઓઇલમાં ૨૦નો વધારો થયો છે. સરસિયા તેલના ભાવમાં પણ વીસ રૂપિયાનો વધારો થયો છે. સનફ્લાવર તેલમાં બે દિવસમાં રૂ. ૧૮૦નો તોતિંગ ભાવવધારો થયો છે. જાેકે સોમાએ ખાદ્ય તેલોના ભાવ ઉનાળામાં ઊતરશે, એવી આશા વ્યક્ત કરી છે.
સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ ૨૦૬૦થી ૨૧૦૦ રૂપિયા થયો છે, જ્યારે સિંગતેલનો ભાવ ૨૬૦૦ને પાર થયો છે. કપાસિયા તેલનો ડબ્બો ૨૦૦૦ને પાર પહોંચ્યો છે. વૈશ્વિક અહેવાલો અને ઉત્પાદક મથકોના પ્રોત્સાહક અહેવાલો પાછળ અમદાવાદ સહિત વિવિધ તેલિબિયાં બજારમાં તમામ પ્રકારનાં ખાદ્ય તેલોમાં આગઝરતી તેજીનો માહોલ છે. તમામ પ્રકારનાં ખાદ્ય તેલોના ભાવ વધતાં આમઆદમીનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જવા પામ્યું હતું.
મુંબઈ તેલિબિયાં બજારમાં વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં તેજી આગળ વધી હતી. આવા માહોલમાં આજે દિવેલ તથા એરંડાના ભાવપણ ઉછળ્યા હતા. એરંડા માર્ચ વાયદો આજે રૂ.૧૨૮ ઊછળી રૂ.૪૭૦૦ વટાવી રૂ.૪૭૫૦ સાંજે બોલાઈ રહ્યો હતો.
દેશમાં ખાદ્ય તેલની કુલ આયાત ફેબ્રુઆરીમાં વાર્ષિક તુલનાએ ૨૫ ટકા ઘટીને ૮,૩૮,૬૦૭ ટન નોંધાઈ છે જ્યારે ગયા વર્ષ સમાન મહિનામાં ૧૧,૧૨,૪૭૮ ટન ખાદ્ય ઓઇલની આયાત થઈ હતી. વિશ્વ બજારોમાં પામતેલ સહિતનાં વિવિધ ખાદ્ય તેલોના ભાવ વધતા સ્થાનિક બજારમાં પણ તેમના ભાવ અતિશય વધી ગયા છે તેના લીધે હાલ ખાદ્યતેલોની માંગ પણ ઘટી છે.
Recent Comments