ગુજરાત

૧૧ વર્ષીય કિશોરીનું મોઢું દબાવી શારિરીક અડપલાં કરનાર નરાધમ યુવક ઝડપાયો

સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે તેમાં પણ મહિલા અત્યાચાર સાથે સાથે નાની નાની બાળકી સાથે શારીરિક છેડછાડ સાથે તેમની સાથે દુષ્કર્મની ફરિયાદો સતત સામે આવી રહી છે ત્યારે વધી એક બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ફરિયાદ સામે આવી છે સુરતના મગદલ્લા બંદર પાસે ગુરુવારે રાત્રે દુકાનથી પરત ઘરે જતી શ્રમજીવી પરિવારની ૧૧ વર્ષીય કિશોરીને પડોશી નરાધમે મોઢુ દબાવી રૂમમાં ખેચી શારીરીક અડપલા કર્યા હતા.તેમજ બનાવની કોઈને જાણ કરી તો મા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના મગદલ્લા બંદર ખાતે અનિલ તિવારીના મકાનમાં રહેતો નરાધમ બિમલેશઍ ગતરોજ રાત્રે દસેક વાગ્યે તેના ઘર પાસે રહેતા શ્રમજીવી પરિવારની ૧૧ વર્ષીય કિશોરી દુકાનેથી પરત ઘરે જતી વખતે ઍકલતાનો લાભ ઉઠાવી હાથ પકડી મોઢુ દબાવી રૂમમાં ખેચી ગયો હતો.

બિમલેશ કિશોરી સાથે શારીરીક અડપલા કર્યા હતા તેમજ બનાવ અંગે કોઈને જાણ કરી તો મા પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ કિશોરી ઘરે નહી આવતા તેના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આ યુવાન ગભરાઈને બાળકીને છોડી મૂકી હતી.
જાેકે બાળકી ઘરે આવીને તેની સાથે બનેલી ઘટના પરિવારને કહેતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જાેકે પરિવર તાતકાલિક બાળકી સાથે પોલીસ મથકે દોડી જઈને આ નરાધમ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોડાવતાં પોલીસે તાતકાલિક આ મામલે ગુનો દાખલ કરી આ નરાધમ યુવકની શોધીને તેની ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts