૨૦૨૦નું વર્ષ પડકારોનું રહ્યું, ૨૦૨૧ નવી આશાઓ લઈને આવ્યું, કોરોના ઘટી રહ્યો છે
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૭૨માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વડોદરાના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્ર વંદના કરી હતી. તેમણે પોતાના સબોધનમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦ પડકારોનું વર્ષ હતું, ૨૦૨૧નું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે. કોરોના ઘટી રહ્યો છે. વડાપ્રધાનની કુશાગ્રતાને પગલે ભારત કોરોનાની રસી બનાવવામાં આત્મ ર્નિભર બન્યો છે. તેમના પ્રોત્સાહનથી દેશના વૈજ્ઞાનિકોએ સ્વદેશી રસી વિકસાવી છે. નિતિન પટેલે જણાવ્યું હતું કે, ૪ શહેરોમાં રાત્રિ કફ્ર્યુ હટાવી લેવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરીને તબક્કાવાર જરૂરી જણાય તેવી છૂટછાટો જન જીવનને સામાન્ય કરવા માટે આપી છે. રાજ્યના ૪ શહેરોમાં જ રાત્રિ કફ્ર્યૂ છે અને તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
તેમણે તહેવારો અને ઉત્સવો ભારત સરકારની ગાઈડલાઈનની મર્યાદામાં રહીને સંયમિત રીતે ઉજવી સહયોગ આપવા માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાના રસીકરણનું કામ આખા દેશમાં પૂરું થઈ જાય અને વિશ્વ આરોગ્ય સંસ્થા ભારતને કોરોના મુક્ત જાહેર કરે ત્યાં સુધી માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની તકેદારીઓ સહુએ પાળવી પડશે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે કોરોના નિયંત્રણ અને લોકોની જીવન રક્ષાનું શ્રેષ્ઠ કામ કર્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને પ્રમાણિત કરી એ ખુબ ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૧નું વર્ષ નવી આશાઓનું વર્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશ અભૂતપૂર્વ વિકાસના માર્ગે છે, ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની શીખ પ્રમાણે છેવાડાના માનવીઓના ઘરો સુધી વિકાસ અને સમૃદ્ધિને લઈ જવામાં યોગદાન આપીએ. દેશ શસ્ત્રોના ઉત્પાદનમાં આર્ત્મનિભર બની રહ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં બનેલી વજ્ર ટેન્ક ભારતીય સેનામાં જાેડાઈ છે, એ આપના માટે ગર્વની વાત છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ગુજરાતે રાજ્ય શાસન,વહીવટી તંત્ર અને લોક શક્તિના સંકલન થી જીવન રક્ષાનો નવો અને ઉજળો ઇતિહાસ રચ્યો છે.વિશ્વની મહાસત્તાઓની સરખામણીમાં કોરોનાનું શ્રેષ્ઠ વ્યવસ્થાપન ભારતે કર્યું છે. મીડિયાએ કોરોના કાળમાં લોક જાગૃતિ કેળવવાની અને સતર્કતા સાથે જીવન રક્ષાનું લોક શિક્ષણ આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ૧૩૦ કરોડ ભારતીયોની સાથે વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયો વિશ્વની મહાસત્તા બનવા તરફ અગ્રેસર ભારતનું ગણતંત્ર પર્વ આનંદ અને ગૌરવ સાથે ઉજવી રહ્યાં છે. હું આ ઉજવણીમાં જાેડાનારા સહુનું હાર્દિક અભિવાદન કરું છું. મહાન રાષ્ટ્ર ધ્વજનું સન્માન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે. ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું ભારત નું બંધારણ આ દિવસે અમલમાં મુકાયું હતું, એટલે આ આપણા માટે અણમોલ દિવસ છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કચેરીઓ ઉપરાંત સોસાયટીઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. જેમાં વાઘોડિયા રોડ પર આવેલી શ્યામલ રેસિડેન્સીમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા.
Recent Comments