અંકિતા લોખંડેને સુશાંતની ઓનસ્ક્રીન કિસ પસંદ નહોતી
બિગ બોસ 17માં અંકિતા લોખંડે તેના પતિ વિક્કી જૈનની સાથે એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે, વિક્કી જૈન પહેલા અંકિતા લોખંડે 7 વર્ષ સુધી સુશાંત સિંહ રાજપુત ને ડેટ કરી હતી. સુશાંત સિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી પરંતુ બિગ બોસના ઘરમાં અંકિતા અનેક વખત સુશાંત સિંહ રાજપુત સાથે જોડાયેલી વાતો ઘરના સભ્યો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ્યારે અભિષેક કુમાર અંકિતા અને આયશાની સામે પોતાની એક્સ ગર્લફેન્ડ ઈશા માલવીયની સાથે પસાર કરેલા જુના દિવસો યાદ કર્યા હતા. તેમણે કહ્યું હું ઈશાને લઈને ખુબ પજેસિવ હતો.
ત્યારે અંકિતાએ પણ સુશાંત રાજપુત સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી છે. અંકિતાએ કહ્યું કે, કેવી રીતે તે પરિણીતી અને અનુષ્કા શર્માને સુંશાતનો ઓનસક્રિન કિસ કરવાનું પસંદ ન હતુ.. અંકિતા લોખંડે કહ્યું કે, અભિષેક તારી જેમ મારી સાથે પણ પહેલા આવું થયું છે. જ્યારે સુશાંતની પહેલી ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સ રિલીઝ થઈ હતી. ત્યારે આ ફિલ્મ જોવા યશરાજમાં તેમણે આખો હોલ બુક કરાવ્યો હતો. જ્યાં બીજું કોઈ ન હતુ. માત્ર હું અને સુશાંત હતા કારણ કે, બીજા કોઈને બોલાવી શકતો ન હતો. તેને ખબર હતી કે, હું ગુસ્સે થઈ જઈ જઈશ, મે આખી ફિલ્મ જોઈ, સુશાંત ત્યાંથી ભાગી ગયો. મે તે બધા જ રોમેન્ટિક સીન જોયા ત્યારબાદ અમે ઘરે આવ્યા અને હું ખુબ જ રડી હતી. મારી સાથે સુશાંત પણ રડ્યો. તે કહેતો હતો કે અંકુ, મને માફ કરી દે. હું હવે નહીં કરું.” આગળ અંકિતા કહે છે કે, તમારા બોયફ્રેન્ડ કોઈ અન્ય સાથે વાત કરે તો તમને અજીબ લાગે છે પરંતુ આ કારણથી હું કોઈના કરિયર પર સમસ્યા ન ઉભી કરી શકું. તેમ છતાં મે તે બધા સીન જોયા હતા. પીકેમાં પણ અનુષ્કા શર્માની સાથે જોઈ મને ચક્કર આવી ગયા હતા. આ દરમિયાન અંકિતાએ ખુલાસો કર્યો કે, ફિલ્મ ધોની સુધી તે અને સુશાંત સાથે હતા.
Recent Comments