ગુજરાત

ખેડા જિલ્લાના સિંઘાલી ગામમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ચૌદમી શાળાનું લોકાર્પણ

આજરોજ તા.૨૩/૩/૨૬ સોમવારે જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય એવી ચૌદમી શાળાનું આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સિંઘાલી ગામમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કુલ પાંચ ક્લાસરૂમના અત્યાધુનિક ભવનના છાત્રાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જાણીતા હાસ્યકલાકાર શ્રી જીતુભાઈ દ્રારકાવાળા તેમજ જાણીતા લેખક અને વિવેચક ડો. ભરતભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌ લોકાર્પણ બાદ ભોજન લઈને છુટ્ટા પડ્યા હતા.

Related Posts