કલમની ધારથી જેણે
નવો ઇતિહાસ લખ્યો છે,
યુવાનીના ઉંબરે જેણે સેવાનો
આભ સ્પર્શ્યો છે.
દરેક દિલમાં વસે છે એ
બનીને સ્નેહનું સરનામું,
જીજ્ઞેશના વ્યક્તિત્વમાં પત્રકારત્વ તણો સાચો અર્ક નિખર્યો છે.
–“પાંધી સર”
સાવરકુંડલાના યુવા, ઉત્સાહી અને પત્રકારત્વ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરી રહેલા ‘વિડીયો અને ન્યુઝ લાઈવ ગુજરાત’ના સંચાલક જીજ્ઞેશભાઈ ગળથિયાનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરે ઈલેક્ટ્રોનિક મીડિયા અને પત્રકારત્વમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર જીજ્ઞેશભાઈએ પોતાની આગવી કાર્યશૈલીથી સમગ્ર પંથકમાં લોકચાહના મેળવી છે.
તેઓ હાલમાં ‘પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન’માં અમરેલી જિલ્લા અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. સામાજિક નિસબત અને પારદર્શક પત્રકારત્વને કારણે તેઓ દરેક જ્ઞાતિ-સમાજમાં બહોળું મિત્રવર્તુળ અને આદરણીય સ્થાન ધરાવે છે.
તેમના જન્મદિવસ પ્રસંગે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન પરિવાર, શહેરના રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકરો તેમજ પત્રકાર જગતના મિત્રો દ્વારા ટેલિફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. સૌ કોઈ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નિરામય આયુષ્યની કામના કરી રહ્યા છે
















Recent Comments