ગુજરાત

અનુસૂચિત જાતિના એન્જિનિયરિંગના વિદ્યાર્થીને ૪ સવર્ણ સહપાઠી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા,ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજ ફરી વિવાદમાં આવી છે. કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા સવર્ણ જાતિના ૪ વિદ્યાર્થી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા હતા. બાદમાં કોલેજ બહાર ચારેય વિદ્યાર્થીએ ઢોરમાર મારી બેભાન કર્યો હતો, આથી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. વિદ્યાર્થીએ માર મારનાર આ ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિદ્યાર્થીએ આરોપીઓ તરીકે સુજલ અશોકભાઈ નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિદ્યાર્થીનાં નામ આપ્યા છે. પોલીસે આ ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ ૈંઁઝ્ર કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, ૧૧૪ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ અન્વયે ૨૦૧૮ની સુધારાની કલમ ૩(૨) (૫-અ) ૩ (૧) (ઇ) (જી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts