fbpx
બોલિવૂડ

અભિનેતા ઈમરાન હાશ્મીના જન્મદિવસે તેને યાદ કરાયો

૨૪ માર્ચે ઈમરાન હાશ્મીનો જન્મદિવસ છે. ઈમરાન હાશ્મીએ બોલિવૂડમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ઈમરાન હાશ્મીનું કરિયર ડૂબતું હતું, પરંતુ એક ફિલ્મે તેનું કરિયર ડૂબતું બચાવ્યુ હતુ. આ ફિલ્મ કઈ હતી અને આ ફિલ્મનું પાકિસ્તાન સાથે શું કનેક્શન છે ? આજે ઈમરાન હાશ્મીના જન્મદિવસ પર અમે તેના વિશે અવગત કરાવીશું. એમ કહેવું ખોટું નહીં હોય કે ઈમરાન હાશ્મીનું બોલિવૂડ કરિયર રોલર કોસ્ટર રાઈડ જેવું રહ્યું છે. તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જાેવા મળ્યા છે. ઈમરાન તેની ડેબ્યૂ ફિલ્મ ‘ફૂટપાથ’માં સેકન્ડ લીડમાં હતો.

આ ફિલ્મથી તેને કોઈ ખાસ ઓળખ મળી નહોતી. આ પછી તેણે ફિલ્મ ‘મર્ડર’ કરી જેમાં તે દેશભરમાં જાણીતો બન્યો. તેનું કારણ ફિલ્મમાં તેના અને મલ્લિકા શેરાવતના રોમેન્ટિક બોલ્ડ સીન્સ હતા. જાેકે, ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈ ખાસ રહ્યું ન હતુ. ‘મર્ડર’ પછી ઈમરાને ‘ગેંગસ્ટર’, ‘અક્સર’, ‘આવારાપન’, ‘ધ ટ્રેન’, ‘બેડ બોય’, ‘દિલ દિયા હૈ’ અને ‘ધ કિલર’ જેવી ફિલ્મો કરી, પરંતુ આ બધી ફિલ્મોમાં કરિશ્મા બતાવી શક્યા ન હતા અને આ ફિલ્મોની નિષ્ફળતા સાથે ઈમરાન ખાનની કરિયર પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. વર્ષ ૨૦૧૨માં આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાન હાશ્મીએ સ્વીકાર્યું હતું કે ફ્લોપ ફિલ્મોના કારણે તેને ઘણી ટીકાઓ સાંભળવી પડી હતી. જાેકે, આ ડૂબતી કરિયરને આગળ વધારવામાં ફિલ્મ ‘જન્નત’ તેમના માટે મોટો સહારો બની હતી. ઈમરાન હાશ્મીએ ફિલ્મ ‘જન્નત’માં મેચ ફિક્સરની ભૂમિકા ભજવી હતી અને તેનું પાત્ર દર્શકોને પસંદ આવ્યું હતું.

આ ફિલ્મ ૨૦૦૮માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને લોકોમાં એટલો ક્રેઝ હતો કે ઘણા લોકોએ તેને સિનેમા હોલમાં એક નહીં પરંતુ બે વાર જાેઈ. થોડા સમય પછી આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ રિલીઝ થઈ ઈમરાન હાશ્મીની આ ફિલ્મને લઈને પાકિસ્તાનમાં એટલો ક્રેઝ હતો કે આ ફિલ્મ જાેવા માટે સિનેમા હોલમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના પાકિસ્તાનના લાહોરથી સામે આવી હતી.બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણા ચાહકો છે. ઈમરાન હાશ્મીને હિન્દી સિનેમાના કલાકાર તરીકે ‘સિરિયલ કિસર’ના રૂપમાં એક અલગ ઓળખ મળી છે. બોલિવૂડમાં પગ મૂકતાની સાથે જ ઈમરાન હાશ્મીએ આવી ઘણી ફિલ્મો કરી જેમાં તેણે ઘણા કિસિંગ સીન કર્યા હતા. બોલિવૂડના આ અભિનેતા આજે ૪૩ વર્ષની થઈ ગયા છે.

Follow Me:

Related Posts