ગુજરાત

અમદાવાદમાં યુવતીને પૂર્વ પ્રેમી મરી જવાની ધમકી આપતા અભયમની મદદ માંગી

અમદાવાદમાં રહેતી યુવતીને એક યુવક સાથે ત્રણ વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતો. પરંતુ કોઈ કારણો સર બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી બ્રેકઅપ થઈ ગયું હતું. જાેકે બંને જણા એક મિત્ર તરીકે વાતચીત કરતાં હતાં. પરંતુ હવે આ યુવતી યુવક સાથે મિત્ર તરીકે પણ વાતચીત કરવા તૈયાર ન હતી. તે છતાં પણ યુવક તેને અવારનવાર ફોન કરીને અથવા તો મેસેજ કરીને હેરાન કરતો હતો. તેને મળવા માટે વારંવાર ધમકીઓ પણ આપતો હતો. તેની આ હરકતથી કંટાળીને યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે તેને કાયદાકિય માહિતી આપી હતી. બાદમાં યુવતીને યુવક સામે ફરિયાદ કરવી હોવાથી તેને સાબરમતિ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ને શહેરના સાબરમતી વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે મને પૂર્વ પ્રેમી ફોન અને મેસેજ કરીને હેરાન કરે છે અને મરી જવાની ધમકી આપે છે. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તેને યુવક સાથે પ્રેમસંબંધ હતો. જાેકે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ પૂરા થઈ ગયા હતા.

જાેકે બંને એકબીજા સાથે મિત્ર તરીકે સંબંધ ચાલુ રાખ્યા હતા. તે યુવક સાથે હવે મિત્રતાના સંબંધ પણ રાખવા તૈયાર ન હોવાથી યુવક તેને ફોન મેસેજ કરીને હેરાન કરતો હતો. ફોન પર ગાળો અને અપશબ્દો બોલતો હતો. જાે તું મને મળવા નહીં આવે તો હું મરી જઈશ અને તારું નામ લખાવી દઈશ આવી ધમકી આપતો હતો. મિત્રતાના સંબંધો તોડતા પહેલા યુવતી એક વાર મળવા માગતો હોવાથી યુવતી તેને એક વાર મળવા પણ ગઈ હતી. જાેકે ત્યારબાદ ફરી જાે તેને મળવા ન જાય તો તેના ઘરની નીચે જઈ બૂમાબૂમ કરતો હતો. જાે કોઈની સાથે યુવતી વાતચીત કરે તો સામેવાળાને ધમકી આપતો હતો અને મરી જવાની પણ ધમકી આપતો હતો. જેથી તેણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પ લાઈનની ટીમ દ્વારા યુવતીને કાયદાકીય રીતે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી.

જેથી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આ મામલે યુવક સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી હતી.પ્રેમ સંબંધમાં બ્રેકઅપ થઈ ગયા બાદ પણ પ્રેમી અથવા પ્રેમિકા દ્વારા જબરદસ્તીથી સંબંધ રાખવા દબાણ કરાતું હોવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં યુવતીએ પ્રેમી સાથે ત્રણ વર્ષ સુધી પ્રેમસંબંધ રાખ્યા હતા. કોઈ કારણોસર બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી બ્રેકઅપ થઈ ગયું હતું. જાેકે બંને એક મિત્ર તરીકે વાતચીત કરતા હતા પરંતુ હવે યુવતી મિત્ર તરીકે પણ તેની સાથે વાતચીત કરવા તૈયાર ન હતી, છતાં પણ યુવક અવારનવાર તેને ફોન મેસેજ કરીને હેરાન કરતો હતો. જાે મળવા નહીં આવે તો હું મરી જઈશ અને તારું નામ લખાવી દઈશ તેવી ધમકી આપતો હતો.

Related Posts