અમદાવાદમાં હત્યારો આવ્યો ને પીઠ પર હથિયારથી ઘા કર્યો, યુવકનું થયું મોત
અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં અનેક વિવિધ ગુનાઓ બની ગયા છે. જેને લીધે શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાંતિ જાેખમાઈ છે. પરંતુ આ સમયે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કડક થવાના બદલે અમદાવાદની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી રહી છે. જેમાં હત્યા અને કરોડોની લૂંટના બનાવો પણ સામેલ છે. શહેરમાં હત્યાના બનાવો પણ બને છે ત્યારે વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારો મારીને હત્યા કર્યા હોવાની વિગતો સામે આવી છે. હત્યાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ બનાવ સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. હાલ પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં કેટલાક શકમંદોની ધરપકડ કરી છે. આ સમગ્ર સીસીટીવીના આધારે પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાના ગુનામાં બે આરોપીની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી રહી છે.
આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ તડવીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પર તપાસ કરી રહી હતી અને ત્યાં સુધી જાણવા મળી રહે છે, ત્યાં સુધી ક્રાઈમ બ્રાન્ચે કેટલાક આરોપીની અટકાયત કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બહેરામપુરા વિસ્તારમાં રહેતા ભીખીબેન સોલંકીના નાના દીકરા ૨૩ વર્ષીય રોનક સોલંકી રોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારમાં નોકરી જતો હતો. પરમ દિવસે પણ તે પોતાના નોકરી જવા માટે તૈયાર થયો હતો, ત્યારે તેની માતા ભીગીબેને તેને ટિફિન બનાવી આપ્યું હતું. તે ટિફિન લઈને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ કોઈને પણ ખબર ન હતી કે, થોડાંક જ સમયમાં રોનક સાથે કશુંક અઘટિત બનવાનું છે.
ભીખીબેન ઘરમાં રસોઈ બનાવતા હતા, ત્યારે તેમની દીકરી પણ ઘરમાં હતી અને એક વ્યક્તિ તમને ઘરમાં આવીને કહ્યું કે, તમારા દીકરા રોનકને જમાલપુર રોડ પર કોઈ વ્યક્તિએ હથિયારના ઘા મારતા તે ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વાત સાંભળીને ભીખીબેન ફકડી ઉઠ્યા હતા. એક તરફ ઘરમાં રસોઈ બનાવેલા ભીખીબેનને પોતાના દીકરા સાથે બન્યું હોવાની જાણ થતાં તેઓ જે પરિસ્થિતિમાં હતા, તે રીતે જ ત્યાંથી પોતાની દીકરી સાથે જમાલપુર તરફ જવા નીકળ્યા હતા. જ્યાં એક ખાનગી હોસ્પિટલની બહાર મોટું ટોળું હતું અને ત્યાં હોસ્પિટલમાં રોનકને ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. જે જાેઈને ભીખીબેન ચોંકી ઉઠ્યા હતા અને તેના દીકરા સાથે શું થયું ત જાણવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.
ત્યાં હાજર કેટલાક લોકોએ તેમને જણાવ્યું કે, રોનકનો કોઈએ પાછળથી હથિયારના ઘા માર્યો છે અને તેના કારણે તે ગંભીર હાલતમાં નીચે પટકાયો હતો. તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પણ આ સંદર્ભે તે સમયે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, પરંતુ ગંભીર હાલતમાં ઘાયલ રોનકને આખરે હાલ અંતિમ શ્વાસ લીધો છે. રોનકના મૃત્યુ બાદ પોલીસે આ બનાવવામાં વધુ તપાસ હાથ ધરતા કેટલાક ચોંકાવનારા સીસીટીવી સામે આવે છે. જેમાં જાહેરમાં રોનકને પાછળથી કોઈ તીક્ષ્ણ હથિયારથી મારતું હોય તેવું દેખાઈ રહ્યું છે.
Recent Comments