fbpx
અમરેલી

અમરેલીના ભમોદ્રામાં કાકાએ ભત્રીજીને મારવા જતાં માતા વચ્ચે આવતા ઈજાગ્રસ્ત

સાવકુંડલાના ભમોદ્રામાં રહેતી મહિલા ૨૨ જૂનના પોતાની દીકરી સાથે ઘ૨માં હાજર હતી એ સમયે તેના જેઠ અને આરોપી આવ્યા હતા અને મહિલાની દિકરીને કહેવા લાગયા હતા કે, ‘તને મારા ઘરે જાેવા આવ્ય હતા. એમાં તને શું વાંધો છે? તારૂ એક વાર છૂટુ થઇ ગયું છે. તને જ્યાં મળે ત્યાં જતું રહેવાય.’ ‘તમારે ત્યાં મને જે છોકરો જાેવા આવ્યો હતો તે જાેતાં જ મોટી ઉંમરનો હતો. મારે સાવ એવા છોકરા સાથે લગ્ન કરવા નથી.’ મહિલાની દીકરીની વાતથી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇને ગાળાગાળી કરી હતી અને કહ્યું હતું કે, ‘તને ગમે ત્યાં નહીં પણ અમે કહીએ ત્યાં તારે લગ્ન કરવાના છે. હવે પછી જાે કોઇ જાેવા આવે અને તે ના પાડી છે. તો હવે તને જીવની નહીં રહેવા દઉ જાનથી મારી નાખીશ.’ ‘હા તો મારી નાખો મને.’ તો આરોપી કાકાએ ફળીયામાંથી લાકડાનો ધોકો લઇને ભત્રીજીના માથાના ભાગે મારવા જતાં મહિલા વચ્ચે પડતા આ ધોકાનો ઘા મહિલાના ડાબા હાથની કલાઇ ઉપર વાગ્યો હતો.

મહિલા અને તેની દીકરીએ બચવા માટે બૂમાબૂમ કરતા ફરિયાદી ભાગી ગયો હતો. ઘાયલ મહિલાને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવાઇ હતી.સાવરકુંડલાના ભમોદ્રા ગામમાં છોકરો પસંદ ન કરવા બાબતે એક પરિવારમાં માથાકૂટ થઈ હતી. કાકા દ્વારા ‘તારૂ એકવાર છૂટુ થઇ ગયું છે. તને જ્યાં મળે ત્યાં જતું રહેવાય’ કહેતા ભત્રીજીએ ‘મને જે છોકરો જાેવા આવ્યો હતો તે જાેતાં જ મોટી ઉંમરનો હતો. મારે સાવ એવા છોકરા સાથે લગ્ન કરવા નથી.’ તેમ કહેતા કાકા ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કર્યો હતો. જેમાં યુવતીની મહિલાને ઇજા થતાં સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિલમાં દાખલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts