અમરેલી

અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ- 1 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોની અછત અંગે શિક્ષણ મંત્રી ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર ગત તારીખ- 8 જૂનથી શરૂ થઈ ગયું છે. જેને 20 દિવસથી વધુનો સમયગાળો થઈ ગયો હોવા છતાં ધોરણ- 1 થી 12 સુધીના વર્ગોના પાઠ્યપુસ્તકોની ખૂબ જ અછત જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓ તથા સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, જેવા અનેકવિધ પ્રયાસો અને કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ઘોર બેદરકારીથી હાલમાં સમગ્ર રાજ્યમાં પાઠ્યપુસ્તકોને લઈને ખૂબ જ અંધાધુંધી સર્જાય રહી છે, તો આ અંગે તપાસ કરવા, ત્વરિત કાર્યવાહી કરવા, રાજ્યમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળી રહે તેવી વ્યવસ્થા કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા ને પત્ર પાઠવી સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જે અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ- 1 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોની અછત અંગે ત્વરિત કાર્યવાહી કરવા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts