અમરેલી

જમીન દફતર ખાતાનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ કચેરીઓ કાર્યરત કરવામાં આવી

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જમીન દફતર ખાતાનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના નાગરિકોને ડી.આઈ.એલ.આર, સીટી સર્વે કચેરીની સેવાઓ મેળવવા તાલુકા કક્ષાએ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તાલુકા કક્ષાની જમીન દફતર નિરીક્ષક કચેરીના સરનામે પત્રવ્યવહાર કરવા તેમજ મુલાકાત કરવા અરજદારોને જણાવાયું છે.

અમરેલી શહેર અને અમરેલી ગ્રામ્ય જમીન દફતર નિરીક્ષકશ્રીની કચેરી સરવે ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ,પ્રથમ માળ, મુ. અમરેલી પીન કોડ નં. ૩૬૫૬૦૧, બગસરા તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, જૂની નગરપાલિકા, બાપા સિતારામ ચોક, અમરેલી રોડ, મુ. બગસરા પીન કોડ નં.૩૬૫૪૪૦, વડિયા તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, મામલતદાર કચેરી, જેતપુર રોડ, વડીયા, પીન કોડ નં. ૩૬૪૨૭૦, લાઠી તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, નવી પ્રાંત કચેરી, અમરેલી, ચાવંડ રોડ, બસ સ્ટેશન પાસે, પીન કોડ નં. ૩૬૫૪૩૦, બાબરા તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, જૂની નગરપાલિકા બિલ્ડીંગ, રાજકોટ-ભાવનગર હાઈવે, મામલતદાર કચેરી, મેઈન બજાર, મુ. બાબરા, પીન નં. ૩૬૫૪૨૧, સાવરકુંડલા તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, જૂની નગરપાલિકા બિલ્ડીંગ, મેઇન બજાર, દરબારગઢ, એસ.બી.આઈ. બેંક પાસે, પીન કોડ નં. ૩૬૪૫૧૫, લીલીયા તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, રાજમહેલ, મામલતદાર કચેરી પાસે, લીલીયા મોટ, પીન. નં. ૩૬૪૫૧૫, ધારી તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, નવી પ્રાંત કચેરી, ધારી રોડ, પીન નં. ૩૬૫૬૪૦, ખાંભા તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, મામલતદાર કચેરી, પ્રથમ માળ, પીન નં. ૩૬૫૬૫૦, રાજુલા તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, હિંડોરણા ચોકડી,  રાજુલા બાયપાસ રોડ, નવી પ્રાંત કચેરી, મુ. રાજુલા પીન નં. ૩૬૫૫૬૦, જાફરાબાદ તાલુકા જમીન દફતર નિરીક્ષકશ્રી, સરકારી ક્વાર્ટસ મામલતદાર કચેરી પાસે, પીન નં. ૩૬૫૫૪૦

અરજદારોને તાલુકા કક્ષાએ સીટી સર્વેની કામગીરી, જમીન માપણી, રી-સરવે સુધારા, રિમાન્ડ કેસની મુદ્દતો, રેકર્ડની નકલો, પીઆર કાર્ડની નકલ, સ્વામિત્વ યોજના હેઠળના પ્રોપર્ટી કાર્ડની કામગીરી, ડી.આઈ.એલ આર કચેરી, સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટની કચેરીને લગત તમામ કામગીરી હવે તાલુકા કક્ષાએ થશે તેમ સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts