અમરેલી જિલ્લામા ગુન્હાઓ આચરી વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને રાજસ્થાનમાંથી શોધી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે અમરેલી જીઁ હિમકર સિંહ દ્વારા સૂચના આપતા સાવરકુંડલા (ૈંઁજી) છજીઁ વલય વૈદ્ય દ્વારા ખાસ નાસ્તા ફરતા ગુનેગારો માટે એક સ્કવોડની ટીમ બનાવી છે. જે ગુન્હેગારોને શોધી પકડી લાવે તે માટે જાંબાઝ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કર્યા બાદ એક પછી એક વર્ષો જુના ગુન્હાઓ આચરી ચૂકેલા આરોપીઓને શોધી શોધી પકડવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલ અજમેર જિલ્લાના રહેવાસી પીસાંગન તાલુકાના શેઠન ગામના આરોપી હુકમારામ કાશીરામ ઉર્ફે કેશુજી બાવરી ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા, વલસાડના પારડી, ખેડા, સેવાલીયા, ચીલોડા અને મોરબી સહિત ૬ જેટલા ગુન્હાઓ અગાવ ટ્રક ચોરીના નોંધાયેલા છે.
રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ટ્રક ચોરીના આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો છે. નાસ્તા ફરતા સ્કવોડના ઇન્ચાર્જ ઁજીૈં કે.ડી.હડીયાની ટીમ રાજુલા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજુલાના હિંડોરણા ચોકડી રવિરાજ એન્ટરપ્રાઈઝ ઓફીસ પાસે પાર્ક કરેલો હતો. જેમાં કુલ ત્રણ આરોપીઓ હતા. જેમાં જે તે સમયે ૨ આરોપી સાથે ટ્રક ઝડપી લેવાયા બાદ એક આરોપી ફરાર હતો અને ગુન્હો નોંધાયેલો હતો ત્યારે આ ગુન્હામાં ૬ વર્ષથી ફરાર આરોપીનું લોકેશન શોધી નાસ્તા ફરતા સ્કોડની ટીમ રાજસ્થાન રાજ્યમાં પહોંચી અજમેર જિલ્લાના પીસાંગન તાલુકાના શેઠન ગામમાંથી આરોપી હુકમારામ કાશીરામ (કેશુજી) બાવરી ધંધો ડ્રાઇવરને ઝડપી લીધો. તેમની ધરપકડ કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments