અમિતાભ બચ્ચન-અનુષ્કા શર્માને બાઇક સવારી કરવી ભારે પડી
અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને હેલમેટ વગર બાઇક સવારી કરવી ભારે પડી છે. સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદ મળ્યા પછી મુંબઇ પોલીસે એમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. બન્ને વિરુદ્ધ હાલમાં હેલમેટ વગર બાઇક ચલાવવુ ભારે પડ્યુ છે. અમિતાભ બચ્ચને સોમવારના રોજ પોતાના કામના સ્થાન પર પહોંચવા માટે એક પ્રશંસક સાથે લિફ્ટ માંગી હતી, જ્યારે રસ્તા પર ટ્રાફિક જામ થયા પછી શૂટિંગની જગ્યા પર જલદી પહોંચવા માટે અનુષ્કા શર્મા બોડિગાર્ડ સાથે બાઇક પર બેઠી હતી. બન્નેની સ્થિતિમાં અમિતાભ અને અનુષ્કાએ હેલમેટ પહેર્યુ હતુ નહીં અને સાથે બાઇલ ચાલકે પણ પહેર્યુ ન હતુ. પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર બીગ બીએ ટ્રાફિક જામમાંથી નિકળવા માટે અને શૂટિંગ પર સમયે પહોચવા માટે મદદ માટે કોઇ અજાણ્યા વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો. બચ્ચને સોશિયલ મિડીયા મંચ ઇન્સ્ટાગ્રામ પર એક મોટરસાઇકલ ચાલકની સાથે રવિવારના રોજ રાત્રે એક તસવીર શેર કરી છે અને લખ્યુ છે કે ‘સવારી માટે આભાર દોસ્ત’. તસવીરમાં અમિતાભ બાઇકની પાછળ બેઠેલા જાેવા મળી રહ્યા છે. નોંધનીય છે કે ફિલ્મ જગતના અનેક લોકો બચ્ચને બાઇક પર સવારી કરી એના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ પૂછ્યુ કે..બાઇક ચાલક અને બચ્ચન બન્નેએ હેલમેટ કેમ પહેર્યુ નથી. એક વ્યક્તિએ લખ્યુ છે કે..હેલમેટ ક્યાં છે સર, જ્યારે બીજાએ મુંબઇ પોલીસને ટેગ કરતા લખ્યુ છે કે બન્ને વ્યક્તિ હેલમેટ પર્હેય વગરના છે. મુંબઇ પોલીસ આ વાત પર ધ્યાન આપે. જાે કે આ વિશે મુંબઇ પોલીસે તરત પ્રતિક્રિયા આપી અને કહ્યું કે..આ કેસને ટ્રાફિક બ્રાન્ચ સાથે વાત કરવામાં આવી છે. આમ, અનુષ્કા શર્માનો બાઇક સવારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરસ થયો છે, જેમાં એક યુઝર્સ મુંબઇ પોલીસને ટેગ કરતા લખ્યુ છે કે મુંબઇ પોલીસ નો હેલમેટ? આ જવાબમાં મુંબઇ પોલીસ જણાવે છે કે ટ્રાફિક પોલીસ આ વિશે નોંધ લઇ રહી છે. બન્નેની ટિ્વટમાં મુંબઇ ટ્રાફિક પોલીસે ટિ્વટર હેન્ડલને પણ ટેગ કરવામાં આવ્યા હતા.
Recent Comments