અરવલ્લી પોલીસની એલસીબી ટીમ દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમે એ રેડ કરીને 1.21 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. દારૂની હેરાફેરીમાં પોલીસની સંડોવણી પણ આવી સામે છે. એલસીબી ની ટીમે બાતમીના આધારે લીંબ ગામના ખેતરની ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરીમાં 5 આરોપીઓ પૈકી 2 પોલીસકર્મીઓની પણ સંડોવણી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બે પોલીસ અધિકારી સસ્પેન્ડ થઇને ફરજ પર પાછા ફર્યા હતા તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પોતાની ફરજ પર પાછા ફરેલા બે પોલીસકર્મીની સંડોવણી સામે આવતા જીલા પોલીસ વડા દ્વારા આ બન્ને પોલીસકર્મી સહિત પાંચેય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા આદેશ આપવામાં આવ્યા છે.
અરવલ્લી એલસીબી ની ટીમે દારૂનો જથો ઝડપ્યો


















Recent Comments