fbpx
ગુજરાત

આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાથી કોંગ્રેસ પાર્ટી દૂર ભાગે છેકોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ત્રીજા તબક્કા ના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે તે પેહલા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પ્રવાસમાં છોટાઉદેપુરના બોડેલીમાં જાહેર સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા. જનસભામાં અમિત શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ચર્ચા પણ કરવી નથી ગમતી.
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી રસી પર પહેલા સવાલ ઉઠાવતા હતા. કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી. બીજી તરફ અમિત શાહે કહ્યુ કે ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. રામ મંદિરની વાત કરી અને તે બનાવીને બતાવ્યુ.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી એ કહ્યું હતું કે, જી્‌ અને ર્ંમ્ઝ્રના ભાગની અનામત મુસ્લિમોને આપવામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને ર્ંમ્ઝ્રમાંથી ભાગ આપ્યો છે. રામ મંદિરના મુદે પર પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. અમિત શાહે જણાવ્યુ કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર રહ્યાં ન હતા. ભાજપ જે કહે છે તે કરી બતાવે છે.ભાજપે નકસલવાદને પણ ખતમ કર્યો છે. જ્યારે ઈન્ડીયા ગઠબંધનના વડાપ્રધાન કોણ બનશે તેનો તેમના પાસે જવાબ નથી.

Follow Me:

Related Posts