અમરેલી

આયુષ્યમાન ભારત યોજના  (PMJAY) અંતર્ગત અમરેલીમાં નિ:શુલ્ક નિદાન અને સર્જરી કેમ્પ યોજાશે

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત અમરેલી સ્થિત શાંતાબા મેડીકલ અને જનરલ હૉસ્પિટલ તથા જિલ્લા આરોગ્ય સોસાયટી-અમરેલીના સહયોગથી આગામી તા.૧ એપ્રિલના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ દરમિયાન બાળકોના વિભાગ ખાતે મેડીકલ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પમાં નિ:શુલ્ક નિદાન અને નિ:શુલ્ક સર્જરી કરવામાં આવશે. આ કેમ્પમાં નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીના લાભાર્થીઓની તમામ પ્રકારની સર્જરી, કપાયેલા હોઠની સ્માઈલ ટ્રેન કાર્યક્રમ અંતર્ગત સર્જરી, ફાટેલા તાળવા ધરાવતા બાળકોની સર્જરી, દાઝ્યા પછીની ખોડખાપણ હોય તેવા કિસ્સાઓમાં રીસર્ચ ઈન્ટરનેશનલ કાર્યક્રમ અંતર્ગત  મફત નિદાન કરવામાં આવશે. આ કેમ્પમાં અમદાવાદના નવજાતના નિષ્ણાંત તબીબ અને સર્જન શ્રી ડૉ.જયુલ કામદાર, કોસ્મેટીક અને પ્લાસ્ટીક સર્જન શ્રી ડૉ. નિશ્ચલ નાયક ઉપસ્થિત રહેશે. જરુરિયાત ધરાવતા હોય તેવા નાગરિકો માટે આ સેવા ઉપલબ્ધ છે ત્યારે અમરેલી જિલ્લાના નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts