રાષ્ટ્રીય

આ છે હેડકીનો અક્સીર ઇલાજ, જાણો અને અજમાવો તમે પણ

ઘણાં લોકોને અનેક વાર હેડકી આવતી હોય છે. હેડકી વારંવાર આવવાને કારણે વ્યક્તિ હેરાન થઇ જાય છે. જો કે હેડકી આવે એટલે ઘરમાંથી કોઇ બોલે કે કોઇએ યાદ કર્યા…જો કે આ વાત ખાલી તમારા સંતોષ માટે હોય છે. આમ, જો તમે હેડકીમાંથી રાહત મેળવવા ઇચ્છતા હોવ તો આ ઘરેલું ઉપાયો તમારા સૌથી બેસ્ટ છે.

  • જો તમને વારંવાર હેડકી આવે છે તો તમે તરત જ પાણી પી લો.
  • હેડકીમાંથી રાહત મેળવવા માટે થોડી હળદર લો અને એને પાણી સાથે ફાકી જાવો. આમ કરવાથી હેડકી બંધ થઇ જાય છે.
  • હેડકીને બંધ કરવા માટે દૂધમાં સૂંઠ ઉકાળો અને એનાં 3 થી 4 ટીપાં નાકમાં નાંખો.
  • જો તમે થોડી સેકન્ડ માટે શ્વાસ રોકી રાખો છો તો હેડકી બંધ થઇ જાય છે.
  • ચપટી સૂંઠ લો અને થોડો ગોળ લઇને એક ચમચી ઘી સાથે ચાટવાથી આવતી હેડકી બંધ થઇ જાય છે.
  • હેડકીને બંધ કરવા માટે લીંડીપીપરનું ચૂરણ સૌથી બેસ્ટ છે. આ માટે તમે લીંડીપીપરનું ચૂરણ લો અને મોરનાં પીંછાની ભસ્મ સરખા માપે લઇને મધ સાથે દિવસમાં દર ત્રણ કલાકે ચાટવાથી હેડકી અને ઉલટીમાંથી આરામ મળે છે.
  • લસણ, ડુંગળી અને ગાજરનો રસ સુંઘવાથી આવતી હેડકી બંધ થઇ જાય છે અને સાથે ગળામાં પણ આરામ મળે છે.
  • મરીને મધ સાથે મિક્સ કરીને એક ચમચી જેટલું ચાટવાથી હેડકીમાં રાહત મળે છે.
  • તમને દરરોજ હેડકી આવતી હોય તો પ્રાણાયમ કરો. પ્રાણાયમ કરવાથી હેલ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.
  • હેડકી આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દો. ઊંડા શ્વાસ લેવાથી હેડકીમાંથી રાહત મળે છે

Related Posts