આ છોડ ઘરમાં રોપવાથી કંકાશ થાય છે દૂર, સાથે પૈસાને ખેંચી લાવે છે ચુંબકની જેમ
વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડનું મહત્વ રહેલું છે, જેમાં તુલસીનો છોડ હોય કે પછી મની પ્લાન્ટનો..દરેક લોકો ઇચ્છે છે કે આપણાં ઘરમાં પૈસાની તકલીફ ના પડે. જો કે અનેક લોકો ખૂબ મહેનત કરે તો પણ એમને જોઇએ એ પરિણામ મળતુ નથી. વાસ્તુ અનુસાર ઘરમાં છોડ રોપવાથી સુખ-સમુદ્ધિ આવે છે અને સાથે નાણાંકીય તકલીફ પણ પડતી નથી. આમ, જો તમારા ઘરમાં પૈસાની બહુ તકલીફ પડે છે અને સાથે ઘરમાં બીમારી પણ બહુ રહે છે તો તમારે વિદ્યાનો છોડ ઘરમાં રોપવો જોઇએ.
બે છોડ એક સાથે લગાવો
વાસ્તુ અનુસાર બે છોડ એક સાથે લગાવો. આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં મીઠાસ આવે છે અને ઘરમાં પડતી નાણાંકીય તકલીફ પણ દૂર થાય છે. જે ઘરોમાં મોર પંખનો છોડ હોય એ ઘરમાં નકારાત્મક ઊર્જા ક્યારે ફેલાતી નથી. આ ઘરમાં હંમેશા પોઝિટિવિટી બની રહે છે.
ઘરમાંથી નેગેટિવિટી બહાર જાય છે
જો તમે વિદ્યાનો છોડ ઘરમાં વાવો છો તો તમારા ઘરમાંથી નેગેટિવિટી બહાર ફેંકાઇ જાય છે અને પોઝિટિવિટી ઘરમાં આવે છે. આ છોડ તમારા ઘરમાં થતા ઝઘડામાંથી પણ છૂટકારો અપાવે છે. જો ઘરમાં પતિ-પત્ની વચ્ચે બહુ ઝઘડા થતા હોય તો તમે સાચી દિશામાં આ છોડો રોપો. આ છોડ પતિ-પત્નીના સંબંધો વધારે છે અને સાથે પ્રેમમાં પણ વધારો કરે છે.
ઉત્તર દિશામાં લગાવો
વાસ્તુ અનુસાર ઘરમાં દિશાનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે. વિદ્યાનો છોડ તમે ઘરમાં આ દિશામાં લગાવો છો તો એને ખૂબ શુભ માનવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને દૂર્ગાના અવતારમાં માનવામાં આવે છે. આ માટે તમે આ છોડને દૂર્ગ દિશા એટલે કે ઉત્તર દિશામાં લગાવો તો તમારા માટે શુભ ફળ બની રહે છે.
Recent Comments