સૌરાષ્ટ - કચ્છ

ઉપવાસ પર બેઠેલ એનસીપી નેતા રેશ્મા પટેલની તબિયત વધુ લથડી

રાજકોટમાં એનસીપીના કાર્યાલય ખાતે છેલ્લા ૫ દિવસથી આંદોલનમાં બેઠેલી રેશ્મા પટેલની આજે તબિયત વધુ લથડતાં ૧૦૮ની ટીમ એનસીપી કાર્યાલય પહોંચી સારવાર હાથ ધરી હતી. ઓક્સિજન લેવલ, શુગર સહિતના પ્રશ્નો ઊભા થતાં રેશ્મા પટેલને એચસીજી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. એનસીપી પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ રાજકોટ દોડી આવ્યા છે અને રેશ્મા પટેલની તબિયત સારી થાય તેવી પ્રાર્થના કરી હતી. જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે સરકાર લોખંડી છે અને કાટ ચડેલી પણ છે.

ગઇકાલે તબિયત ખરાબ હોવા છતાં પણ રેશ્મા પટેલ અને કાર્યકરોએ થાળી-વેલણ વગાડી રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો. રેશ્મા પટેલે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે મને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. જાે અમારી માગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને દરરોજ આમ જ રસ્તા પર બેસી વિરોધ કરીશું. જે અમને રોકશે એ અમારા ઝપટે ચડી જશે. સરકારની તાનાશાહી ચાલે છે. જ્યાં સુધી કોરોનાના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખવામાં આવશે.

Follow Me:

Related Posts