ઉર્ફી જાવેદ ફરી ટ્રોલર્સની નજરે, આ બાબતે ઉર્ફી ફરી થઇ ટોલર્સની શિકાર

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર છવાયેલી રહે છે. ખાસ કરીને તેની ફેશન સ્ટાઈલ અને બોલવાનો અંદાજ તેને લાઈમલાઇટમાં રાખે છે. તેણે પોતાના કપડામાં કરેલા પ્રયોગો ચર્ચાનો વિષય બની જાય છે. તે કપડાના કારણે ઘણી વખત ટ્રોલિંગનો શિકાર બને છે. પણ તેને ટ્રોલિંગથી કોઈ ફેર ન પડતો હોવાનું ફલિત થાય છે. આ દરમિયાન હાલમાં જ ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં તસવીર અને વિડીયો શેર કર્યો છે. જેમાં જાેઇ શકાય છે કે, ઉર્ફીએ પોતાના વાળ પણ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ પણ કર્યો છે. તેણે બ્લેક કલરની બિકિની પહેરી છે. આ બિકિની પર મલ્ટી કલર એમ્બ્રોઇડરી છે. આ લુકમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ દેખાય છે. આ પોસ્ટની અનેક લાઈક અને કૉમેન્ટ્સ મળી છે. ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કેપ્શન આપ્યું છે. જેમાં તેણે લખ્યું છે કે મારી સાથે વાત ન કરશો. ઉર્ફીની પોસ્ટ ઉપર યુઝર્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટસની સંખ્યા ખૂબ વધુ છે. કેટલાક યુઝર્સે ઉર્ફીના વખાણ કર્યા છે તો, કેટલાક પોસ્ટ પર નેગેટીવ કોમેન્ટ કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદે પોતાના વિડીયો બેગ્રાઉન્ડમાં અમુક શબ્દો લખ્યા છે. આ શબ્દોના કારણે યુઝર્સ નારાજ થયા છે. ઘણા યુઝર્સને ઉર્ફિના શબ્દો ગાળ સમાન લાગ્યા છે. એક યુઝરે લખ્યું કે શું આવું કરવું જરૂરી હતું? થોડા સમય પહેલા જ એક્ટર ફૈઝાન અન્સારીએ ઉર્ફીને કિન્નર ગણાવી હતી. તેના પર કોમેન્ટ કરીને યુઝર્સે ઉર્ફીને યુવતી ગણાવી હતી અને પૂછ્યું હતું કે કોને ઉર્ફી કિન્નર લાગે છે? ફૈઝાન અન્સારીએ કહ્યું હતું કે ઉર્ફી કિન્નર છે અને આ બાબતના તેની પાસે પુરાવા પણ છે. નોંધનીય છે કે, ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના બોલ્ડ અને હોય અંદાજના ફોટો શેર કરતી હોય છે. જેના પર અનેક લાઈક અને કોમેન્ટ મળે છે. તેના અતરંગી પહેરવેશના કારણે તે ચર્ચાનો વિષય બનતી હોય છે. કેટલાક લોકો તેનું ખૂબ જ ટ્રોલિંગ કરતા હોય છે.
Recent Comments