એકતાએ પોતાના રિલિઝ થવાના પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે, મને આ ઘોષણા કરતા ખુશી થાય છે કે, હું અને મારી ટીમ સાલ ૨૦૨૨માં ૨૭થી પણ અધિક પરિયોજનાને રિલીઝ કરવા તૈયાર છીએ. અમારી પાસે વિભિન્ન પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે ઘણા અદભૂત કન્ટેન્ટ તૈયાર છે. થિયેટર, વેબ શો અને ટીવેી ચેનલો માટે અમારા પ્રોજેક્ટસ તૈયાર છે. એકતા કપૂર ટેલિવિઝનની ક્વીન માનવામાં આવે છે. નિર્માતા તરીકે તે ટેલિવુડ અને બોલીવૂડમાં એક પછી એક પ્રોજેક્ટ મુકીને સતત આગળ વધી રહી છે. સાલ ૨૦૨૨માં તે એક-બે નહીં પરંતુ ૨૭ પ્રોજેક્ટ દર્શકો સમક્ષ મુકવાની છે. એકતાએ બોલીવૂડના ટોચના કલાકાર અમિતાભ બચ્ચન, જાેન અબ્રાહમ, નીના ગુપ્તા, દિશા પટાણી, કરીના કપૂર ખાન, હંસલ મહેતા સહિત અન્યો સાથે કામ કર્યું છે. અમારા દર્શકોના મનોરંજન માટે અમે સતત પ્રયાસ કરતા હોઇએ છીએ. અમે અમારા પ્રોજેક્ટસના સ્તરને વધુ બહેતરીન બનાવાની કોશિષ કરી છે. આમાંના ઘણા પ્રોજેક્ટસ પ્રસારણ માટે તૈયાર છે. તો ઘણા ડેવલપમેન્ટ સ્ટેજમાં છે છે.બાલાજીના ઘણા પ્રોજેક્ટસ રિલીઝ માટે તૈયાર છે.
એકતા કપૂર ૨૦૨૨માં ૨૭ પ્રોજેક્ટસ હાથ ધરશે

Recent Comments