કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે “પાણી ના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓ માટે માળા” નું નિઃશુલ્ક વિતરણ

અમદાવાદ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ નો અબોલ જીવો પ્રત્યે કરુણા બાળકો જે ભારત દેશનું આવતી કાલનું ઉજવળ ભવિષ્ય છે. બાળક તે બીજ સમાન છે જેને આપેલ પોષણ તેમના વિકાસ અને ગુણવત્તા નિર્ધારિત કરે છે. બાળક માસુમ હોય છે અને દરેક નાની વસ્તુ કે વાત તેમના મગજ પર અસર કરે છે. તેમનો આજ, દેશના આવનાર કાલ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમને આપતા જ્ઞાન અને સંસ્કારો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ વિચારધારા સાથે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે “પાણી ના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓ માટે માળા” નું નિઃશુલ્ક વિતરણ *રઘુનાથ સ્કૂલ,બાપુનગર* ના બાળકોને કરવામાં આવ્યું હતું.કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહ એ બાળકો સાથે અબોલ જીવો માટે કામ કરવાનો આ અવસર આપવા બદલ રઘુનાથ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ચેતન યાદવ અને ખુશી યાદવનો આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments