fbpx
બોલિવૂડ

કિયારાના મંગળસૂત્ર માટે સિદ્ધાર્થે ખર્ચ્યા કરોડો રૂપિયા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ૭ ફેબ્રુઆરીનાં રોજ જેસલમેરના સૂર્યગઢ કિલ્લામાં લગ્ન કર્યા. આ ન્યૂ મેરિડ કપલ એકદમ ક્યૂટ દેખાઇ રહ્યું છે. અનેક લોકો આ કપલ પર ફિદા થઇ ગયા છે. દુલ્હનના રૂપમાં કિયારા એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી. સિદ્ધાર્થનો પણ એટલો જ શાહી અંદાજ લગ્નમાં જાેવા મળ્યો હતો. કિયારાએ કસ્ટમાઇઝ્‌ડ ક્લીરેથી લઇને એની ડાયમંડ રિંગ સુધી..એક-એક વસ્તુ ખૂબ જ મસ્ત અને શાહી હતી. આમ, જાે વાત કરવામાં આવે તો સિદ્ધાર્થ મંગળસૂત્ર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા કર્યા છે.

જાે કે આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ વાત સાચી છે. કિયારાનો બ્રાઇડલ લુક મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે, પરંતુ મંગળસૂત્ર ડિઝાઇન એમને કરી નથી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયાર અડવાણી માટે મંગળસૂત્રની ડિઝાઇન સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કરી છે. આ સોનાનું મંગળસૂત્ર કિયારા પર એકદમ મસ્ત લાગે છે. જ્યારે કિયારા સિદ્ધાર્થની સાથે જેસલમેર અને દિલ્હી એરપોર્ટ પર એમના લગ્ન પછી જાેવા મળ્યા ત્યારે દરેક ફેન્સની નજર એના મંગળસૂત્ર પર ટકી ગઇ હતી. સોનાના આ મંગળસૂત્રની વચ્ચે એક મોટો હિરો છે, જેને કાળા મોતીમાં પરોવવામાં આવ્યો છે.

આજ તકના રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગભગ ૨ કરોડ રૂપિયામાં આ મંગળસૂત્ર બનાવ્યુ છે. જ્યારે વાત કિયારાના બ્રાઇડલ લુકની કરવામાં આવે તો જ્વેલરીની ડિઝાઇન મનીષ મલ્હોત્રાએ કરી છે. ખાસ વાત તો એ છે કે મનીષે અત્યાર સુધીમાં એમની બ્રાઇડલ જ્વેલરીનું ક્લેક્શન લોન્ચ કર્યુ નથી. આમ, સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં એક એક્સક્લુસિવ ઝલક જાેવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણીની સાથે મનીષ મલ્હોત્રા પણ જેસલમેર આવ્યા હતા. બન્નેને સાથે જાેઇને બધાને એવું લાગ્યુ હતુ કે મનીષ કિયારા માટે બ્રાઇડલ આઉટફિટ માટે સાથે આવ્યા છે, પરંતુ એમની બ્રાઇડલ જ્વેલરી પણ ખૂબ સારી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ જ્વેલરી કિયારાએ સોફ્ટ રોઝ પિંક લહેંગાની સાથે મળીને એમને રોયલ લુક આપી રહી હતી.

Follow Me:

Related Posts