કેન્દ્ર સરકારે મંકીપોક્સ વેક્સીન બનાવવા ટેન્ડર બહાર પાડ્યું
કેન્દ્ર સરકારે મંકીપોક્સ વેક્સીન બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આઈસીએમઆરે રસી વિકાસ અને તપાસ કિટ બનાવવામાં સંયુક્ત સહયોગ માટે અનુભવી રસી નિર્માતાઓ, ફાર્મા કંપનીઓ, રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ સંસ્થાઓ અને ઇન-વિટ્રો ડાયગ્નોસ્ટિક કિટ નિર્માતાઓ પાસે ઈન્ટરેસ્ટ લેટર (ઈઓઆઈ) આમંત્રિત કર્યાં છે. દેશમાં મંકીપોક્સના અત્યાર સુધી ચાર કેસ સામે આવ્યાં છે. તેમાંથી કેરલમાં ત્રણ અને એક કેસની પુષ્ટિ દિલ્હીમાં થઈ છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ હેઠળ પુણે સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાને એક દર્દીના નમૂનાથી મંકીપોક્સ વાયરસને અલગ કરી દીધો છે, જે બીમારી વિરુદ્ધ ટેસ્ટિંગ કિટ અને રસી બનાવવામાં મદદ કરી શકે છે. એનઆઈવીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. પ્રજ્ઞા યાદવે કહ્યું કે વાયરસને અલગ કરવો ઘણી અન્ય દિશાઓમાં રિસર્ચ અને વિકાસ કરવાની ભારતની ક્ષમતાને વધારે છે. તેમણે પીટીઆઈ-ભાષાને કહ્યું- હાલના પ્રકોપે ઘણા દેશોને પ્રભાવિત કર્યો છે, જેમાં ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે, જે પશ્ચિમ આફ્રીકી સ્વરૂપને કારણે છે, પહેલા સામે આવેલ કાંગો સ્વરૂપની તુલનામાં ઓછો ગંભીર છે.
ભારતની સામે આવેલ મામલામાં પણ ઓછા ગંભીર અને પશ્ચિમ આફ્રીકી સ્વરૂપ સાથે જાેડાયેલ છે. વેક્સીનને લઈને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ મંગળવારે કહ્યુ હતુ કે તે રસીના જથ્થાને આયાતને લઈને ડેનમાર્કની કંપની બવેરિયન નોર્ડિકની સાથે વાતચીત કરી રહ્યાં છે. પૂનાવાલાએ કહ્યુ હતુ કે સમજુતીની સ્થિતિમાં દેશમાં રસી આયાત કરવા માટે બેથી ત્રણ મહિના લાગશે. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કેટલાક મંકીપોક્સના કેસ સામે આવ્યા છે, તેથી સ્થાનીક સ્તર પર રસીના વિકાસ અને માંગની સ્થિતિ માટે સીરમે થોડી રાહ જાેવી પડશે.
Recent Comments