રાષ્ટ્રીય

કેમ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડે? ઇતિહાસ અને મહત્વ?.. જાણો

ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડેની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે જે દર વર્ષે એપ્રિલના છેલ્લા શનિવારે વિશ્વમાં મહત્વના સ્કલ્પ્ચરની યાદમાં ઉજવવામાં આવે છે. સ્કલ્પ્ચર એ થ્રિ ડાઈમેંશનલ વિઝ્‌યુઅલ આર્ટ ફોર્મ છે. જે ઘણીવાર પથ્થર અથવા લાકડાની કોતરણી દ્વારા બનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ સ્કલ્પચર ડેની સ્થાપના યુનાઇટેડ સ્ટેટ્‌સમાં સ્થિત બિન-લાભકારી સંસ્થા ઇન્ટરનેશનલ સ્કલ્પચર સેન્ટર (ૈંજીઝ્ર) દ્વારા ૨૦૧૫ માં પ્રથમ વખત કરવામાં આવી હતી. ૈંજીઝ્ર સ્કલ્પચરની રચના અને સમાજને આ માટે પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે, અને આ દિવસની ઉજવણી શિલ્પની કળા વિશે જાગૃતિ લાવવા અને તેનું મહત્વ સમજવા માટે કરવામાં આવે છે.. આ ખાસ દિવસનો ઉદ્દેશ્ય સમાજમાં શિલ્પોના મહત્વને ઉજાગર કરવાનો છે. શિલ્પો એ માત્ર સુશોભનની વસ્તુઓ નથી, પરંતુ રાજકારણ, ધર્મ, ઇતિહાસ અને માનવ જીવનના ઘણા બધા પાસાઓ છે.

Related Posts