જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુસર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી અને આઈ.ટી.આઈ., અમરેલીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી સ્વરોજગાર શિબિર તથા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. ૧૯.૦૯.૨૦૨૬ (શનિવાર) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), લાઠી રોડ, અમરેલી ખાતે યોજાશે. આ ભરતીમેળામાં મુખ્યત્વે ત્રણ કંપનીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં Sheetal Cool Product Ltd (અમરેલી) દ્વારા માર્કેટિંગ, સુપરવાઈઝર અને બેક ઓફિસ વર્કના હોદ્દાઓ માટે ૧૮ થી ૩૦ વર્ષના મહિલા અને પુરુષ ઉમેદવારો પાસેથી ધોરણ ૧૦, ૧૨ કે ગ્રેજ્યુએટ પાસ લાયકાત સાથે અરજીઓ આવકારવામાં આવી છે, જેમના માટે કાર્યસ્થળ અમરેલી જિલ્લો રહેશે.
બીજી સંસ્થા LIC of India (અમરેલી)માં કેરિયર એજન્ટની જગ્યા માટે ૧૮ થી ૩૦ વર્ષના સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે ધોરણ ૧૦, ૧૨ કે ગ્રેજ્યુએટ લાયકાત નક્કી કરવામાં આવી છે અને તેમનું કાર્યસ્થળ પણ અમરેલી જિલ્લો રહેશે. આ ઉપરાંત, Khushboo Cool Products Ltd – Kudoz Ice Cream (દેરડી-કુંભાજી) દ્વારા સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર, QA/QC મેનેજર, મશીન ઓપરેટર અને સુપરવાઈઝરની વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૫૦ વર્ષ સુધીના સ્ત્રી-પુરુષ ઉમેદવારો પાસેથી ધોરણ ૧૦, ૧૨, B.Sc, M.Sc કે કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, જેનું કાર્યસ્થળ દેરડી (કુંભાજી) રહેશે. આ તમામ કંપનીઓમાં પસંદગી પામેલ ઉમેદવારોને વેતન કંપનીના નિયમોનુસાર આપવામાં આવશે.
ભરતીમેળામાં નોકરીદાતા તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ નોંધાયેલ નથી. ઉપરાંત, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ભરતીમેળામાં ઉપસ્થિત થતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો), આધાર કાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સમયસર હાજર રહેવું. રોજગાર ઇચ્છુક ઉમેદવારોએ ભરતીમેળામાં હાજરી આપવા પૂર્વે અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવવી. નોંધણી માટેની લિંક: https://anubandham.gujarat.















Recent Comments