કોરોનાની ગતિ ધીમી પડીઃ ૨૪ કલાકમાં ૩૫૩૪૨ નવા કેસ, ૪૮૩ના મોત
દેશમાં કોરોનાના કેસોમાં આજે કંઈક ઘટાડો જાેવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫,૩૪૨ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૩૮૭૪૦ લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. વળી, કોરોનાથી મરનારની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૩ લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ ૩,૧૨,૯૩,૦૬૨ કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે ૩,૦૪,૬૮,૦૭૯ લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી ૪,૧૯,૪૭૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં હજુ પણ ભારતમાં કોરોનાના ૪,૦૫,૫૧૩ સક્રિય કેસ છે.
કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી ૪૨,૩૪,૧૭,૦૩૦ કોરોનાનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૫૪ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી રાજ્યોને કુલ ૪૩.૮૭ વેક્સીન પૂરી પાડવામાં આવી છે જેમાંથી ૨.૭૫ કરોડ વેક્સીનનો ડોઝ હજુ પણ ઉપલબ્ધ છે. વળી, કોરોના ટેસ્ટીંગની વાત કરીએ તો અત્યાર સુધી કુલ ૪૫,૨૯,૩૯,૫૪૫ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. વળી, ૨૨ જુલાઈએ ૧૬,૬૮,૫૬૧ લોકોનો કોરોના ટેસ્ટ થયો છે. દેશમાં સંક્રમણના દરની વાત કરીએ તો તે સતત ૩૨માં દિવસે પાંચ ટકાથી ઓછો રહ્યો છે, તે ૨.૧૨ ટકા છે.
વળી, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનુ જાેખમ હજુ પણ યથાવત છે. એઈમ્સ દિલ્લીના ડાયરેક્ટરે સંભાવના વ્યક્ત કરી છે કે કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે પરંતુ જે રીતે પર્યટન સ્થળોએ લોકોની ભીડ જમા થઈ રહી છે તે સંક્રમણના જાેખમને વધારી રહી છે.
Recent Comments