ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં ખરાબ અને અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં કોમેડિયન સમય રૈના ને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું છે.
આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમય રૈના ને પહેલા પણ બે વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થયો ન હતો. હવે વિવાદો વચ્ચે રૈનાએ ભારતમાં તેના બધા શો થોડા સમય માટે રદ કરી દીધા છે. સમય રૈનાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાહેરાત કરી હતી કે, નમસ્તે મિત્રો, હું મારી તમામ ઇન્ડિયા ટૂર રિશેડયૂલ કરી રહ્યો છું. આપ સૌને જલદી પૈસા પાછા મળી જશે, જલદી મળીશું. ઉલ્લેખનીય છે કે સમયે ૧૯ માર્ચે પોતાનું નિવેદન નોંધાવવાનું હતું, પરંતુ તે હાજર થયો નહીં. સમય રૈનાએ ૧૯ માર્ચે સાઇબર સેલ સમક્ષ હાજર થવાનું હતું અને તેનું નિવેદન નોંધાવવાનું હતું, જાેકે, તે હાજર થયો નહીં. હવે સાઇબર સેલ દ્વારા તેને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું છે. સમયને પોતાનું નિવેદન નોંધાવવા માટે ૨૪ માર્ચે પહોંચવું પડશે. અગાઉ બે વાર સમન્સ જારી કરવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયો ન હતો. મહારાષ્ટ્ર સાઇબર સેલે ૧૭ માર્ચે સમય રૈનાને બીજું સમન્સ મોકલ્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે ૧૯ માર્ચે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવાનું છે. સમયને પહેલું સમન્સ ૧૩ ફેબ્રુઆરીએ મોકલવામાં આવ્યું હતું. જે મુજબ સમયે ૧૭ માર્ચે પોતાનું નિવેદન નોંધાવવાનું હતું.
મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા કોમેડિયન સમય રૈના ને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું

Recent Comments