સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે ગતરોજ ગાંધી જયંતિના પાવન દિવસેપીઠવડીના કનુભાઈ ભગવાનભાઈ સુહાગીયા દ્રારા રૂપિયા દોઢ લાખ જેવી કરીયાણાની ચીજવસ્તુઓ ભેટ તરીકે અર્પણ કરવામાં આવેલ. આ સંદર્ભે પૂજ્ય ભક્તિરામબાપુએ આશીર્વાદ સાથે ધન્યવાદ આપેલ..
આમ ખરાં અર્થમાં ગાંધીજીના પ્રિય ગીત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે.. પર દુખે ઉપકાર કરે તો ય મન અભિમાન ન આણે રે..એ વાત પીઠવડીના કનુભાઈએ ચરિતાર્થ કરી. પોતાના માટે તો સૌ કોઈ જીવે પરંતુ જરૂરિયાતમંદ લોકોની પીડાને પોતાની પીડા સમજી આવી સંસ્થામાં ભેટ દાન આપવું એ ખરેખર બિરદાવવા લાયક કાર્ય ગણાય. હિન્દી ફિલ્મની એક સુંદર પંક્તિ અહીં પ્રસ્તુત છે. કિસી કે વાસ્તે હો તેરે દિલમેં પ્યાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર જીના ઉસીકા નામ હૈં.
આવા મોટા મનનાં મહાનુભાવો થકી જ આપણી સેવા સંસ્થાઓ ટકી શકે છે. જો કે માનવમંદિરના ભક્તિરામ બાપુ કદી કોઈ પાસે હાથ લાંબો કરતાં નથી પરંતુ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈને સેવાભાવી લોકોનું મન અહી દાન આપવા સ્યંમ પ્રેરાતું જોવા મળે છે. આ મનોરોગી બહેનોનો આશ્રમ પ. પૂ. ભક્તિરામના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલે છે. અહી કોઈ નાત જાતના ભેદભાવ વગર કે કોઈ પણ ભેદભાવ વગર નિશુલ્ક અને નિસ્વાર્થ ધોરણે અહીં આશ્રય લેતી તમામ મનોરોગી બહેનોને પૂ. ભક્તિરામ બાપુ એક પિતાતુલ્ય માફક માવજત કરતાં જોવા મળે છે. ધન્ય છે આ ભક્તિરામબાપુની સેવાને અને ધન્ય છે આવા મોટા મનના દાતાશ્રીઓને. ઈશ્ર્વર આપને સતત આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. શક્ય હોય તો આપને ત્યાં આવતાં શુભ પ્રસંગ નિમિત્તે આવી સંસ્થાઓની મુલાકાત લઈ સેવાના પ્રત્યક્ષ પ્રમાણ નિહાળી મનભરીને દાન કરવું જોઈએ. ભલે કોઈ હાથ લાંબો ન કરે પરંતુ આવી સેવાકીય સંસ્થાઓને પણ આર્થિક મદદની આવશ્યકતા તો હોય જ છે.
Recent Comments