ખરીફ /રવી પાકની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ: ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી
ખેડૂતોને તુવેર, ચણા અને રાયડાના પોષણક્ષણ ભાવ મળે તેવા હેતુથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની શરુઆત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ખરીફ /રવી પાક તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ખરીફ/રવી પાકમાં તુવેર પાક માટે રુ.૬,૬૦૦ અને ચણા પાક માટે રુ.૫,૩૩૫ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે, જેની ખરીદી આગામી તા.૧૦/૦૩/૨૩ થી શરુ થવાની છે. આ ખરીદી અન્વયે તા.૦૧/૦૨/૨૩ થી તા. ૨૮/૦૨/૨૩ સુધી ગ્રામ્ય ક્ક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની ઓનલાઇન નોંધણી નાફેડ સંસ્થાના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર થઈ રહી છે.
ટેકાના ભાવે ખેતપેદાશ તુવેર, ચણા અને રાયડાનું વેચાણ કરવા માટે ઇચ્છુક ખેડૂતોએ ગામ નમૂના ૭-૧૨ અને ૮-અ, પાકના વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, આધારકાર્ડ તેમજ બેન્ક ખાતાની વિગતો કેન્શલ ચેક કે પાસબુકની તાજેતરની નકલ વગેરે જરુરી વિગતો પોતાની સાથે લઇ જવાની રહેશે. વધુને વધુ સંબધિત પાકની ખેતી કરતા ખેડૂતો આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments