fbpx
રાષ્ટ્રીય

ગરમીમાં બાળકોને ખાસ ખવડાવો આ ફ્રૂટ્સ, નહિં પડે બીમાર અને સ્ટેમિના રહેશે ભરપૂર

ગરમીની શરૂઆત થતા જ એની સૌથી મોટી અસર લોકો પર પડતી હોય છે. ગરમીમાં કેટલાક ફળો એવા હોય છે જે તમારા શરીરમાં ઠંડક કરે છે અને સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ફ્રૂટ્સ ગરમીમાં ખાવાથી શરીરને ઠંડક મળે છે અને આખો દિવસ એનર્જી પણ રહે છે. જો તમે આ ફળોને તમારા ડેઇલી ડાયટમાં એડ કરો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.

ગરમીની ઋતુમાં ખાસ કરીને બાળકો જલદી બીમાર પડી જતા હોય છે. આ માટે તમે પણ બાળકોના ડાયટમાં ભુલ્યા વગર આ ફળો એડ કરીને એમની ઇમ્યુનિટી વધારો અને સાથે-સાથે રિલેક્સ પણ રહો.

કેળા

 કેળામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ સિવાય કેળામાં પોટેશિયમ, આયરન જેવા અનેક પોષક તત્વો પણ રહેલા છે. તમે તમારા બાળકને રોજ એક કેળુ ખવડાવો છો તો બાળક થાકે છે ઓછુ અને એને પૂરતો સ્ટેમિના મળી રહે છે. તમે તમારા બાળકને બનાના સ્મુધી અથવા ફ્રૂટ સલાડમાં પણ મિક્સ કરીને ખવડાવી શકો છો.

નારિયેળ પાણી

નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સીડન્ટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ તત્વ હોય છે. જો તમે બાળકને રોજ એક નારિયેળ પાણી પીવડાવો છો તો એમની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને આખા દિવસની એનર્જી બની રહે છે. આ સાથે બાળક જલદી બીમાર પણ પડતુ નથી.

કેરી

ગરમીની સિઝનમાં મળતી કેરી અનેક ગુણોથી ભરપૂર હોય છે. કેરીમાં વિટામીન એ, સી, ડી, આયરન, પોટેશિયમ અને બીજા અનેક જરૂરી પોષક તત્વો હોય છે. કેરી ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. અને સાથે એનર્જી પણ રહે છે. પરંતુ ખાસ ધ્યાન એ રાખો કે બાળકોને કેરી આપતા પહેલા બે કલાક પાણીમાં પલાળી રાખો જેથી કરીને એમાંથી બધી ગરમી બહાર નિકળી જાય.

Follow Me:

Related Posts