ગૃહમંત્રીએ રાજકોટ SOG ટીમને કહ્યુ – ગોળીનો સામનો ગોળીથી કરવા પોલીસ સક્ષમ
રાજકોટના અમીનમાર્ગ પરની સોસાયટીના બંગલામાં તાજેતરમાં ખાબકેલા લુટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ રાજકોટ એસઓજીની ટીમે લુટારુઓને પડકાર ફેંકી ત્રણ રાઉન્ડ ફાયર કરી ચાર લુટારુઓને ઝડપી લીધા હતા, આ ઘટના બાદ પ્રથમ વખત રાજકોટ આવેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસના સાહસને બિરદાવીને કહ્યું હતું કે, ગોલીનો સામનો ગોલીથી કરવા ગુજરાત પોલીસ સક્ષમ છે.
રાજકોટ પોલીસની સાહસિક્તાને ગુજરાત ગૃહ વિભાગ તરફથી અભિનંદન પાઠવું છું, મુખ્યમંત્રીએ પણ અભિનંદન આપ્યા છે, લુટારુઓને પકડવા માટે એસઓજીની ટીમે જાનના જાેખમે કોઇપણ પ્રકારની ચિંતા કર્યા વગર જે રીતે સામનો કરી લુટારુને પકડ્યા તે પોલીસના સાહસને ઉજાગર કરે છે, આવા પ્રકારની ઘટનાને પહોંચી વળવા ગુજરાત પોલીસ સક્ષમ છે.
ગૃહમંત્રીએ એવી પણ ટકોર કરી હતી કે, રીઢા ગુનેગારો સામે સશક્ત રીતે અને મજબૂતાઇથી કામ કરજાે પરંતુ સામાન્ય નાગરિકથી કોઇ ભૂલ થાય તો તેને સાચી દિશામાં વાળવાની પણ પોલીસની જવાબદારી છે. રાજકોટ ક્રાઇમબ્રાંચના નવા લોગો ‘સતર્ક, સમર્થ, સશક્ત’નું ગૃહમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
Recent Comments