ગુજરાત

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગરમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી શ્રી સૈની અને રાજ્યપાલશ્રી વચ્ચે હરિયાણા અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક તેમજ કૃષિ ક્ષેત્રેના નવપ્રયોગો અંગે વિશદ ચર્ચા થઈ હતી. બંને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને યુવાનોના કૌશલ્ય વિકાસ જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરીને પરસ્પર અનુભવો શેર કર્યા હતા.

Related Posts