અમરેલી

સાવરકુંડલામાં ભારે વરસાદ વચ્ચે તંત્રની પ્રશંસનીય કામગીરી!

સાવરકુંડલા, જૂન ૧૯, ૨૦૨૫ ના રોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની
અધ્યક્ષતામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ની ઉપસ્થિતિ માં બેઠક મળી હતી જેમાં
ચોમાસાના પ્રારંભ સાથે જ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પગલે એક
પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ ઈમરજન્સી મદદ, રાહત કાર્ય સહિતની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના
અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટેની રણનીતિ
ઘડવામાં આવી હતી. પાણી ભરાવા, રસ્તાઓ બંધ થવા કે અન્ય કોઈ આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત
સહાય પૂરી પાડવા માટે તમામ વિભાગોને સંકલનમાં રહીને કામ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત, સાવરકુંડલા તાલુકાના ઘોબા-ફીફાદ સહિત અન્ય ગામોમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવાની
તંત્રની ઝડપી કામગીરીને બિરદાવવામાં આવી હતી. આવા સંકટના સમયે તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલી તત્પરતા
અને લોકોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં
મદદ માટે તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને વિવિધ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts