fbpx
ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ જૂન ના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો જુન – ૨૦૨૪ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૬/૨૦૨૪ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૮/૦૬/૨૦૨૪ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીતેમ મામલતદારશ્રી ઘોઘાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts