fbpx
અમરેલી

ચાવંડ, ખાંભા અને કંટાળા ગામે સરકારી અને ખાનગી જમીનમાં દબાણ કરનાર વિરૂઘ્‍ધ કાર્યવાહી શરૂ

અમરેલી જિલ્‍લામાં આજે કલેકટરની સુચનાનાં આધારે ચાવંડ, લાઠી, કંટાળા ગામે ખાનગી અને સરકાર જમીનમાં દબાણ કરનાર વિરૂઘ્‍ધ કુલ 19 શખ્‍સો વિરૂઘ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાતા જિલ્‍લાનાં જમીન માફિયાઓનાં પગ નીચેથી જમીન સરકી ગઈ છે.

વિગત એવા પ્રકારની છે કે, ખાંભાનાં કંટાળા ગામનાં નથુબેન નાજાભાઈ ભંમરની  જમીન ઉપર વાઘાભાઈ શામજીભાઈ રાઠોડે દબાણ કરતાં દબાણકર્તા વિરૂઘ્‍ધ ખાંભા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયેલ છે. જયારે બીજા બનાવમાં ખાંભાનાં સરોજબેન નર્મદાશંકર જોષીની જમીન ઉપર દબાણ કરનાર દામજીભાઈ વશરામભાઈ માલણકીયા, ગુણવંતભાઈ દામજીભાઈ માલણકીયા, ઉમેશભાઈ દામજીભાઈ માલકણીયા વિરૂઘ્‍ધ ખાંભા પોલીસ સ્‍ટેશનમાં લેન્‍ડ ગ્રેબિંગએકટ મુજબ ફરિયાદ નોંધાયેલ છે.

જયારે ત્રીજા બનાવમાં લાઠીનાં ચાવંડ ગામે સરકારી જમીન ઉપર દબાણ થયાની અરજી            શાર્દુળભાઈ લખમણભાઈ ડેરે અરજી કરતાં તપાસનાં અંતે રહીમભાઈ શાહ, શબ્‍બીરભાઈ શાહ, ઈકબાલભાઈ શાહ, હનીફભાઈ શાહ, મહમદભાઈ શાહ, કાળુભાઈ સૈયદ, આરીફભાઈ સૈયદ, યુસુફભાઈ શાહ અને સતારભાઈ શાહ રે. તમામ ચાવંડે દબાણકર્તાનું સાબિત થતાં મામલતદાર વી.જે. ડેરે તમામ વિરૂઘ્‍ધ લાઠી પોલીસ સ્‍ટેશનમાં લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાયેલ છે.

જયારે ચાવંડમાં અન્‍ય સરકાર જમીન પર દબાણ કરનાર મહમદભાઈ શાહ, કાદરભાઈ શાહ, હારૂનભાઈ શાહ, રજાકભાઈ ટાંક, સલીમભાઈ ટાંક અને હનીફભાઈ ટાંક સહિત 6 વ્‍યકિતઓએ દબાણ કરતા મામલતદારે 6 વ્‍યકિત વિરૂઘ્‍ધ લાઠી પોલીસ સ્‍ટેશનમાં લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવેલ છે.

આમ અમરેલીનાં કલેકટર ગૌરાંગ મકવાણાની સુચનાથી પોલીસ વિભાગે જુદા-જુદા 4 કેસમાં 19 શખ્‍સો વિરૂઘ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાતા જિલ્‍લાનાં ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસોમાં પણ ભુમાફિયાઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી થવાનાં એંધાણ જોવા મળી રહૃાાં છે.

Follow Me:

Related Posts