જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં મચ્છીની દુકાનમાંથી ચોરી કરનાર ઈસમને રૂ.33.000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પોલીસ
આરોપીઓને પકડી પાડવા તથા ચોરીનો મુદ્દામાલ રીકવર કરી , તેના મુળ માલિકને મિલકત પાછી મળી રહે , તેમાટેના સઘન પ્રયત્નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ . જે અન્વયે આજ રોજ તા .૧૨ / ૦૫ / ૨૦૨૨ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી . પી.એન.મોરી ની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ જાફરાબાદ મરીન પો.સ્ટે . ના સામાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં , તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે , મિલકત સબંધી ગુનાઓ આચરતો ઇસમ શંકાસ્પદ હાલતમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ બાપાસીતારામના ઓટલા પાસે મોટર સાયકલ સાથે હાજર છે તેવી ચોક્કસ બાતમી મળતાં , મળેલ બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમને પકડી પાડી , તેની અંગ – જડતી કરતાં , રોકડ રકમ મળી આવેલ હોય , જે રોકડ રકમ બાબતે પકડાયેલ ઇસમની યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરતાં , પોતે એકાદ માસ પહેલા જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં આવેલ મચ્છીની દુકાનમાંથી મચ્છીની ચોરી કરેલ , તે મચ્છી વેચતાં જે રૂપીયા મળેલ હોય , તે આ રૂપીયા હોવાનું જણાવતાં , આ ચોરી અંગે ખાત્રી કરતાં જાફરાબાદ મરીન પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૨૨૨૦૧૭૬/૨૦૨૨ IPC કલમ ૪૫૭ , ૩૮૦ મુજબનો ગુનો રજી . થયેલ હોય , પકડાયેલ ઇસમ સામે ધોરણસર કાર્યવાહી કરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ રમેશભાઇ છનાભાઇ પરમાર , ઉં.વ .૨૫ , રહે.માણસા ( પાટી ) , તા.જાફરાબાદ , જિ.અમરેલી .
પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૫.૦૦૦ / – તથા બજાજ સીટી ૧૦૦ મો.સા. રજી.નંબર GJ – 08 – L – 7710 , કિ.ગ .૮,૦૦૦ / – મળી કુલ કિં.રૂ .૩૩,૦૦૦ / નો મુદ્દામાલ
Recent Comments