fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી તા.૧૮ માર્ચે યોજાશે ભરતી મેળો

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. સીન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, લુણસાપુર એકમ માટે મશીન ઓપરેટરની આવશ્યકતા છે. આ જગ્યા માટે ૧૮ થી ૩૦ વર્ષની વય, ધો.૧૦ થી ધો.૧૨ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે. આગામી તા. ૧૮ માર્ચ,૨૦૨૩ના રોજ અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ તા.૧૮ માર્ચ, ૨૩ના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ખાંભા ખાતે ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ        http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts