અમરેલી

જીવદયા પ્રેમી ગ્રુપની અનોખી સેવાકીય પ્રશંસનીય પ્રવૃત્તિઓ અંગે નોંધનીય કાર્ય. સાવરકુંડલા શહેરની લોકપ્રિય એન્કર ધારાબેન ગોહિલ તથા તેના ગ્રુપની એક અનોખી પહેલ. રખડતાં ભટકતાં  ગાય જેવાં  નિર્દોષ પ્રાણીને રસ્તા પર થતાં વાહન અકસ્માતનો ભોગ બનતા અટકાવવા માટે એક અનોખો પ્રયોગ. 

રાત્રિના ઘોર અંધકારમાં રસ્તા પરની રખડતી ગાયોને રેડિયમ બેલ્ટ બાંધી વાહન ચાલકોના અકસ્માતનો ભોગ બનતાં અટકાવી શકાય તેવી  સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ આ સેવાકીય કાર્યને બિરદાવતાં જોવા મળેલ. આમ તો સાંપ્રત સમય એવંમ ડીઝીટલ યુગમાં માનવીય જીવન તો યંત્રવત્ થતું જોવા મળે છે. એમાં પણ જો કોઈ ગાય જેવા નિર્દોષ પ્રાણીઓ વિશે વિચારી શકે તેવા લોકો ગાય જેવાં પ્રણીઓનું જીવન પણ સરળ બને અને રાત્રીના સમયે લોકો પણ ઘોર અંધકારમાં રસ્તા પર રખડતી ગાયો સાથે અથડાવાના  અકસ્માતનો ભોગ ન બને  તે ઉદ્દેશથી સાવરકુંડલા શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા આગવું સેવાકીય આયોજન કરેલ છે કે જેનાથી ગાયો પણ અકસ્માતનો ભોગ બનવાની સંભાવના પણ ટાળી શકાય પરિણામે રસ્તા પર વાહન લઈને જતાં વાહન ચાલકો અને ગાય એકબીજા સાથે અથડાવાથી અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી ગઈકાલે રાતે આ જીવદયા પ્રેમી ગ્રુપની ટીમ દ્વારા ગાયો અને માણસોને એક્સિડન્ટથી બચાવવા માટે ગાયને  રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા જેથી ગાયો પણ બચી શકે અને માણસો પણ. જો આપ પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે  આ ગ્રુપ સાથે જોડાવવા માંગતા હોય તો દર્શાવેલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી. આ સંદર્ભે કોન્ટેક્ટ મોબાઈલ નંબર ૯૪૯૯૭૫૫૨૪૧ પર સંપર્ક કરી આ સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપી શકો છો. કહેવાય છે ને ઝાઝા હાથ રળિયામણાં.. સેવા ક્ષેત્રે પણ લોક સહકાર મળે તો જીવદયા પ્રવૃત્તિઓને ચાર ચાંદ લાગી શકે ખરા. એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના. એ સૂત્રને સાર્થક કરવામાં આપનું યોગદાન પણ ભળે એવી અપેક્ષા સહ

Related Posts