fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં યુવક પર અને અમરેલીના ચલાલા ગામે મહિલા પર દીપડાનો હુમલો

જિલ્લાના કાથરોટા ગામમાં યુવક પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં યુવક સૂતો હતો, ત્યારે અચાનક સિંહે હુમલો કરી દીધો હતો. જાેકે, યુવાને બૂમાબૂમ કરતા સિંહ નાસી છૂટયો હતો. યુવાનને માથા અને શરીરના ભાગ ઉપર ઇજા પહોંચી છે. યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો
.
અન્ય એક ઘટનામાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. અમરેલી જિલ્લાના ચલાલાના ગરમલી ગામે વાડીમા દીપડાએ હુમલો કરી દીધો હતો. વાડીમા સૂતેલ શ્રમિક મહિલા ઉપર મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાને ગળાના ભાગે ઇજા પહોંચી હતી. અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts