ઠાંસા ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
દામનગર ના ઠાંસા ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો લાઠી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા ની સૂચના થી ઠાંસા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો ને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું. જે અંતર્ગત ઠાસા, ભટવદર, મૂળિયાંપાટ અને સુવાગઢ ગામ ની તમામ જોખમી સગર્ભા બહેનો ની ડો. રોહિત ગોહિલ અને ડો. હરિવદન પરમાર દ્વારા આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર આપી સગર્ભાવસ્થા અને પ્રસુતિ દરમિયાન લેવાની થતી કાળજી અને દવાઓ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપેલ હતું.
ત્યારબાદ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર ની હાજરી માં તમામ સગર્ભા બહેનો ને ઘી, પ્રોટીન પાવડર, અલગ અલગ જાત ના કઠોળ, ખજૂર, ગોળ, મગફળી વગેરે પોષક સામગ્રી ની કીટ આપવા માં આવી હતી. સુપરવાઇઝર અમૃતભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ઠાસા પેટા આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મીઓ જયદીપસિંહ ગોહિલ, અમિત ગોહિલ, સુમનબેન સોલંકી અને આશા બહેનો એ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરેલ હતું.
Recent Comments