તાલાલામાં બે મકાનોમાંથી ૨૫ હજાર તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી
ગીર સોમનાથના તાલાલા શહેરમાં નવા સ્વામી નારાયણ મંદિર વિસ્તારમાં રહેતા લોહાણા દિપક ત્રિકમલાલ અભાણી પરીવાર સાથે ઘર બંધ કરી બહાર ગયા હતા. જે મોકાનો લાભ લઈ તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી કબાટમાંથી રૂ.૫ હજાર રોકડા તથા એક તોલાનો સોનાનો ચેન, દોઢ તોલાનું મંગળસુત્ર તથા ચાંદીના સાંકળાની ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કરો બાજુમા રહેતા આર્મી જવાન પ્રકાશભાઈ કેશરભાઈ વંશના ઘર ઉપર ત્રાટકી કબાટમાંથી રૂ.૨૦ હજાર રોકડા તથા એક તોલાનો સોનાનો ચેઈનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પ્રકાશ વંશ અર્મીમાં સેવા આપતા હોવાથી હાલ અત્યારે સરહદ ઉપર છે.
અહી રહેતી તેમની પત્ની હર્ષબેન બહાર ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ આર્મીમેનના બંધ મકાનના તાળા તોડી હાથ ફેરો કર્યો હતો. તાલાલા શહેરમાં ભરચક રહેઠાણ વિસ્તારમાં તસ્કરોએ એક સાથે બે મકાનોના તાળા તોડતા સ્થાનીક રહેવાસીઓમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. આ ચોરીની ઘટના અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ગીર સોમનાથના તાલાલા શહેરમાં નવા સ્વામી નારાયણ મંદીર વિસ્તારમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યાં હતા. મકાનના તાળા તોડી તસ્કરો રૂ.૨૫ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થયા હતા. જેને લઈ રહીશોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી.
Recent Comments