ગુજરાત

તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની યાદી જાહેર

તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં લખપત , અબડાસા તાલુકાના પંચાયત માટે ઇમરાન ખેડવાળા અને ગ્યાસુદ્દીન શેખ, જસદણ , વીંછિયા માટે પૂંજા ભાઈ વંશ અને લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ગારિયાધાર માટે પ્રતાપ દુધાત અને લલિત કગથરા, બગસરા માટે પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર, સતલાસણા માટે સી જે ચાવડા, આંકલાવ માટે અમિત ચાવડા, માળિયા માટે જાવેદ પીરજાદા, કંજરી માટે બિમલ શાહ, સોનગઢ માટે કિશન પટેલ તેમજ ધર્મેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય સિદ્ધપુર, સરસ્વતી માટે અલકા ક્ષત્રિય અને મુકેશ ચૌધરી, ભાણવડ માટે હીરાભાઈ જાેટવા અને રામદેવ મોઢવાડિયા, ધંધુકા માટે હિમંત કટારીયા અને બળદેવ લૂણી, કલોલ માટે બળદેવ ઠાકોર અને ડો.જીતુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

Related Posts