રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.ત્યારે બનાસકાંઠામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદ- ડીસા હાઈવે પર ખોરડાં નજીક અકસ્માત થયો છે. જેમાં ૪ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો મળતી માહિતી અનુસાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કારમાં સવાર પરિવારના સભ્યોના મોત થયું છે. ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર ૪ લોકોના મોત થયા છે. તો તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. તો ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
થરાદ-ડીસા હાઇવે પર અકસ્માત, ૪ લોકોના મોત


















Recent Comments